crackgpsc.com

crackgpsc.com

Share

Most Imp Current affairs & GK material, Video lectures 4 UPSC, GPSC, SSC, IBPS, PI, PSI, LIC, RAILWAY, CO, TET, TAT, HTAT, TALATI, CLERK, SPIPA ENTRANCE

Most Imp Current affairs & GK 4 UPSC, GPSC, UPPSC, MPSC, RPSC, BPSC, SSC, EPFO, IBPS, PSI, RAILWAY, LIC, CO, HTAT, TAT, TET, CAT, TALATI, CLERK, SPIPA ENTRANCE & all competitive exams. crackgpsc.com is to serve and guide you in a better way in the jungle of competitive exams. We have the best research team of successful candidates of related exams. We are master of master in competitive exams. No

08/06/2026

Most IMP Current Affairs in Gujarati for UPSC, GPSC Class 1, 2, 3 Exams
ભારતમાં E85 ફ્યુઅલની શરૂઆત
ભારત સરકારે તાજેતરમાં E85 ઇંધણ લોન્ચ કર્યું છે, જે 80થી 85 ટકા ઇથેનોલ અને બાકીના પેટ્રોલનું મિશ્રણ છે. આ નવું બળતણ સામાન્ય પેટ્રોલ કરતાં પ્રતિ લિટર અંદાજે 20 રૂપિયા સસ્તું રાખવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ ભારતની ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
હાલમાં આ સુવિધા દેશનાં 48 ફ્યુઅલ સ્ટેશનો પર ઉપલબ્ધ છે, જેને 2027 સુધીમાં વધારીને 5,000 આઉટલેટ્સ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.
આ ઇંધણનો ઉપયોગ માત્ર ખાસ પ્રકારના ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં જ થઈ શકશે, જે માટે મારુતિ સુઝુકી અને હીરો જેવી કંપનીઓ નવાં મોડલ રજૂ કરી રહી છે. વળી, આ કાર્યક્રમ દ્વારા દેશના અર્થતંત્રને વિદેશી હૂંડિયામણ બચાવવામાં પણ મોટી સફળતા મળી છે.
Crack GPSC

08/06/2026

કુનો નેશનલ પાર્કમાં દુર્લભ કેરાકલનું પુનરાગમન
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ઘણાં વર્ષો બાદ અત્યંત દુર્લભ ગણાતા કેરાકલ (જંગલી બિલાડી)ની નોંધપાત્ર હાજરી જોવા મળી છે. નિષ્ણાતોના મતે, ‘પ્રોજેક્ટ ચિત્તા’ હેઠળ કરવામાં આવેલા વન અને ઘાસના મેદાનોના સુધારાને કારણે આ દુર્લભ પ્રજાતિ પરત ફરી છે.
ઘાસનાં મેદાનોનું સંરક્ષણ અને સોલાર પાવર દ્વારા પાણીની વ્યવસ્થામાં થયેલા સુધારાના કારણે અહીં વરુ અને જંગલી કૂતરા જેવા અન્ય હિંસક પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.
કુનો હવે માત્ર ચિત્તાઓ માટે જ નહીં, પરંતુ ભારતની અન્ય દુર્લભ વન્યજીવ પ્રજાતિઓના પુનઃવસન માટે એક સુરક્ષિત આશ્રયસ્થાન બની રહ્યું છે.
કુનો પાર્ક વિવિધ પ્રજાતિઓના સંવર્ધન માટે એક આદર્શ બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે સ્થાપિત થઇ રહ્યું છે.
Crack GPSC

08/06/2026

Most IMP Current Affairs in Gujarati for UPSC, GPSC Class 1, 2, 3 Exams
ફોરામિનિફેરા- ભારતીય દરિયાકાંઠે સમુદ્રી જીવોની નવી પ્રજાતિઓની શોધ
પૂણેની અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ ભારતીય દરિયાકાંઠેથી સિંગલ-સેલ દરિયાઈ જીવોની ત્રણ નવી પ્રજાતિઓ શોધી કાઢી છે, જે ફોરામિનિફેરા તરીકે ઓળખાય છે.
આ સૂક્ષ્મ જીવો કેલ્શિયમ કાર્બોનેટનાં સુંદર કવચ બનાવે છે અને પૃથ્વી પર 50 કરોડથી વધુ વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે.
સંશોધકોએ DNA analysis દ્વારા એમોનિયા અરાબિકા, એમોનિયા નિગામી અને એમોનિયા સરસ્વતી નામની નવી પ્રજાતિઓ ઓળખી છે, જે દાયકાઓથી અન્ય પ્રજાતિઓ જેવી સમાનતાના કારણે અજાણ હતી.
ફોરામિનિફેરા સમુદ્રના અત્યંત સૂક્ષ્મ સજીવોમાંથી એક છે અને તે માત્ર એક જ કોષના બનેલા હોય છે. આ સજીવને ટૂંકમાં 'ફોરામ્સ' પણ કહેવામાં આવે છે. તેમને માત્ર માઇક્રોસ્કોપ દ્વારા જ જોઈ શકાય છે.
Crack GPSC

08/06/2026

Most IMP Current Affairs in Gujarati for UPSC, GPSC Class 1, 2, 3 Exams
જય પ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય 100મી રામસર સાઈટ
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં આવેલ જય પ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય (સુરહા તાલ) ભારતની 100મી રામસર સાઇટ બન્યું.
ઇ.સ. 1991માં સ્થાપિત આ અભયારણ્ય ગંગા નદીના બદલાયેલા પ્રવાહથી બનેલું એક કુદરતી ઓક્સબો (ઘોડાની નાળ જેવો આકાર) તળાવ છે, જે પ્રવાસી પક્ષીઓ અને સ્થાનિક જૈવવિવિધતા માટે અત્યંત મહત્ત્વનું છે.
રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ હેઠળ આંતરરાષ્ટ્રીય માન્યતા મળવાથી હવે આ ભીની ભૂમિ (wetland)ના સંરક્ષણ અને પ્રદૂષણ નિવારણ માટે વૈશ્વિક સ્તરે પ્રયત્નો કરવામાં આવશે.
આ અભયારણ્ય મધ્ય એશિયાઈ ફ્લાય વે પર આવતા પક્ષીઓ માટે શિયાળામાં રોકાણ કરવાના એક મહત્વપૂર્ણ સ્થાન તરીકે કાર્ય કરે છે.
Crack GPSC

08/06/2026

Oil India Limited એ કયા એક્સપ્લોરેટરી કૂવામાં પ્રાકૃતિક ગેસની હાજરીની પુષ્ટિ કરી?

08/06/2026

AirTrunk 2030 સુધી ભારતમાં કેટલી ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય ધરાવે છે?

08/06/2026

અંડર-18 પુરુષ હોકી એશિયા કપ ટૂર્નામેન્ટ ક્યાં યોજાઈ રહી છે?

07/06/2026

Most IMP Current Affairs in Gujarati for UPSC, GPSC Class 1, 2, 3 Exams
કે. એલ. રાહુલના નામે અનોખો રેકોર્ડ
ન્યૂ ચંડીગઢની પીચ પર કે. એલ. રાહુલે ટેસ્ટ કારકિર્દીની 12મી સદી પૂરી કરી. પછીના બોલ પર અફઘાનિસ્તાનના ઝિયાઉર રહેમાને ઓફ-સ્ટમ્પની સહેજ બહાર લુપી હાફ-વોલી બોલ ફેંક્યો જે રહેમાનુલ્લાહ ગુરબાઝે અદભુત ડાઇવ લગાવીને કેચ પકડી લીધો.
ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ વખત બરાબર 100 રન પર આઉટ થનાર કે. એલ. રાહુલ પ્રથમ ભારતીય બેટર બન્યો. બે વાર બરાબર 100 રને આઉટ થનાર ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી હતા.
વિશ્વ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો અને ગ્રીમ વુડ 3-3 વાર તેમજ ઇંગ્લેન્ડના સર લિયોનાર્ડ હટન 4 વાર બરાબર 100 રને આઉટ થવાનો રેકોર્ડ ધરાવે છે. આ તમામ દિગ્ગજો અલગ-અલગ સમયે 100 રને આઉટ થયા હતા. જ્યારે કે. એ.લ રાહુલે ટેસ્ટ સતત ત્રણ ઇનિંગ્સમાં બરાબર 100 રન બનાવીને આઉટ થવાની અનોખી હેટ્રિક નોંધી જે ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષથી વધુના ઇતિહાસમાં અનોખો રેકોર્ડ છે.
હંડ્રેડ એન્ડ આઉટ: બેટર સદી પૂરી કરીને તરત જ વિકેટ ગુમાવે.
Crack GPSC

07/06/2026

Most IMP Current Affairs in Gujarati for UPSC, GPSC Class 1, 2, 3 Exams
સાબરમતી રિવરફ્રન્ટ - વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ
સાબરમતી રિવરફ્રન્ટ યોજના ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં તે આશરે 38 કિલોમીટરની લંબાઈ સાથે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.
આ પ્રોજેક્ટને અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે. આ માટે રિવરફ્રન્ટના ફેઝ 4 અને ફેઝ 5નો વિકાસ ઇન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધી કરવામાં આવશે.
પ્રોજેક્ટના ફેઝ 3 હેઠળ ગાંધીનગર સ્થિત GIFT સિટી પાસે 5 કિમી લાંબા પટ્ટાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.
આ પ્રોજેક્ટના અનુસંધાનમાં સરકાર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને GIFT સિટીના આંતરિક વિસ્તારો સુધી મેટ્રો રૂટ લંબાવવાનું પણ આયોજન કરી રહી છે.
આ પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીના 'વિકસિત ભારત 2047'ના વિઝન હેઠળ તૈયાર કરાયેલા 'વિકસિત ગુજરાત 2047'ના રોડમેપ નો એક ભાગ છે.
આ રિવરફ્રન્ટ માત્ર લાંબો જ નહીં, પરંતુ વિશ્વના સૌથી સુંદર (scenic) રિવરફ્રન્ટ્સ પૈકીનો એક હશે.
Crack GPSC

07/06/2026

ભારતનો પ્રથમ AI-આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક
અમદાવાદના વસ્ત્રાલ RTO ખાતે ભારતનો પ્રથમ અત્યાધુનિક AI-આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. તે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવશે. આ નવી સિસ્ટમમાં 45થી વધુ હાઇ-રિઝોલ્યુશન કેમેરા અને સેન્સર ટેકનોલોજીનો ઉપયોગ કરીને માનવીય હસ્તક્ષેપ વગર સચોટ મૂલ્યાંકન કરવામાં આવશે. નાની ભૂલ થતાં જ કમ્પ્યુટર સિસ્ટમ આપમેળે ઉમેદવારને નાપાસ જાહેર કરશે. આનાથી RTO કચેરીઓમાં ચાલતી એજન્ટ પ્રથા અને ભલામણનો અંત આવશે.
Crack GPSC

Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Ahmedabad