17/06/2026
ધોરણ 10 ABC વાલી મિટિંગનો અહેવાલ
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ઉત્તમ શૈક્ષણિક પ્રગતિ તથા નવા શૈક્ષણિક વર્ષ માટે યોગ્ય માર્ગદર્શન અને શિસ્તબદ્ધ વાતાવરણના નિર્માણ હેતુસર ધોરણ 10 ABC ના વિદ્યાર્થીઓની વાલી મિટિંગ શાળાના મેદાનમાં સવારે 7:20 થી 8:30 કલાક દરમિયાન સફળતાપૂર્વક યોજાઈ હતી.
કાર્યક્રમનું સંચાલન મદદનીશ શિક્ષક શ્રી દલપતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે સામાજિક વિજ્ઞાન વિષય સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું તેમજ શિસ્ત, સભ્યતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી સામાન્ય સૂચનાઓ વાલી મિત્રોને સમજાવી હતી. ગણિત વિષય અંગે શ્રીમતી મીનાબેન પટેલ દ્વારા અભ્યાસક્રમ, શૈક્ષણિક લક્ષ્યો અને વિદ્યાર્થીઓની પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
તેમજ વિજ્ઞાન વિષયના વર્ગ શિક્ષક શ્રી કૃતિકા બેન પટેલ દ્વારા નવા શૈક્ષણિક વર્ષનું આયોજન, શાળાની શિસ્ત અને નિયમો, શૈક્ષણિક અપેક્ષાઓ તથા વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા અને વાલી વચ્ચેના સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ ભટ્ટે ઉપસ્થિત તમામ વાલીઓને સંબોધિત કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણમાં વાલીની ભૂમિકા વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત વાલીઓ સાથે પ્રશ્નોત્તરી કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં વાલીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમની વિશેષતા તરીકે વર્ષ 2026 માં ધોરણ 9 માં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ દ્વારા ધોરણ-10 A1 માં આવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારંભે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર કર્યો હતો.
વાલીશ્રીઓની ઉત્સાહભરી ઉપસ્થિતિ અને સહભાગિતાથી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો. શાળા અને વાલીના સંયુક્ત પ્રયાસોથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો રચાય છે તેવો સંદેશ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રતિબિંબિત થયો હતો.
12/05/2026
06/05/2026
04/05/2026
02/05/2026
26/04/2026